Thu Dec 18 2025

Logo

White Logo

ભારત મેક્સિકો પર વળતો ટેરીફ લગાવશે! : ભારતીય અધિકારીઓને આપ્યા આવા સંકેત

4 days ago
Author: Savan Zalariya
Video

નવી દિલ્હી: યુસ બાદ મેક્સિકોએ પણ ભારતના કેટલાક ઉત્પાદનો પર 50 ટકા ટેરિફ લાદ્યો છે, જેના કારણે ભારતના આંતરરાષ્ટ્રીય વેપારને વધુ એક ફટકો પડ્યો છે. ભારતીય અધિકારીઓ હાલ મેક્સિકો સરકાર સાથે ચર્ચા કરી રહ્યા છે. એવામાં ભારતે પોતાના હિતોનું રક્ષણ કરવા માટે મેક્સિકો સામે વળતા પગલાં ચેતવણી આપી છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે ભારતને પોતાના નિકાસકારોના હિતોનું રક્ષણ કરવા માટે યોગ્ય પગલાં લેવાનો અધિકાર છે, સાથે સાથે મેક્સિકો સાથે વાટાઘાટોથી મુદ્દો ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવશે. ભારત સરકારનું વાણિજ્ય વિભાગ મેક્સિકોના અર્થતંત્ર મંત્રાલય સાથે વાત કરીને ઉકેલો શોધી રહ્યા છે.  

મેક્સિકોએ તેના સ્થાનિક ઉદ્યોગો અને ઉત્પાદકોના હિતોના રક્ષણ માટે આ ટેરીફ લાદ્યો છે, જે 1 જાન્યુઆરી, 2026 થી અમલમાં આવશે.

ભારતના વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલ અને મેક્સિકોના અર્થતંત્ર મંત્રાલયના ઉપપ્રધાન લુઈસ રોસેન્ડો વચ્ચે એક હાઈ લેવલ બેઠક યોજાઈ હતી, આગામી દિવસોના વધુ બેઠકો યોજાશે.

ભારત સરકારના અધિકારીઓના જણાવ્યા મુજબ ભારત સાથે અગાઉ ચર્ચા વગર મેક્સિકોએ મોસ્ટ ફેવર્ડ નેશન (MFN) ટેરિફમાં વધારો કર્યો છે.

આ ઉત્પાદનો પર ટેરીફ:
મેક્સીકએ  ભારતથી આયાત થતા ઓટો પાર્ટ્સ, લાઈટ વેઇટ કાર, કપડાં, પ્લાસ્ટિક, સ્ટીલ, ઘરગથ્થુ ઉપકરણો, રમકડાં, કાપડ, ફર્નિચર, ફૂટવેર, ચામડાની ચીજવસ્તુઓ, કાગળ, કાર્ડબોર્ડ, મોટરસાયકલ, એલ્યુમિનિયમ, કાચ, સાબુ, પરફ્યુમ અને સૌંદર્ય પ્રસાધનો જેવા ઉત્પાદનો પર ટેરિફ વધાર્યો છે.

ભારત ઉપરાંત દક્ષિણ કોરિયા, ચીન, થાઇલેન્ડ અને ઇન્ડોનેશિયા જેવા દેશો પર પણ આ ટેરીફ લાદવામાં આવ્યો છે, આ દેશોએ મેક્સિકો સાથે વેપાર કરાર કર્યો નથી.