Fri Dec 19 2025

Logo

White Logo

બંગાળમાં બાબરીના પાયો નાખનાર હુમાયું સાથે ઓવૈસી નહિ કરે ગઠબંધન, AIMIM કેમ કર્યો ઇનકાર? : AIMIM કેમ કર્યો ઇનકાર?

1 week ago
Author: Devayat Khatana
Video

નવી દિલ્હી: બાબરી મસ્જિદનો મુદ્દો પુનઃ ચર્ચામાં છે અને આ વખતે બાબરીનો મુદ્દો ઉત્તર પ્રદેશથી નહિ પણ પશ્ચિમ બંગાળથી ચર્ચામાં આવ્યો છે. બંગાળમાં કથીત રીતે બાબરી મસ્જિદનો પાયો નાખનાર TMCના ધારાસભ્ય હુમાયું કબીર મમતાનો સાથે છોડીને  એઆઈએમઆઈએમ સાથે આગામી બંગાળની ચૂંટણીમાં ઝંપલાવશે તેવી જાહેરાત કરી હતી. જો કે અસદુદ્દીન ઓવૈસીએ હુમાયું અકબર સાથે ગઠબંધનનો ઇનકાર કરી દીધા છે. 

મળતી વિગતો અનુસાર, એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ બંગાળના મુર્શિદાબાદમાં કથિત રીતે બાબરી મસ્જિદનો પાયો નાખનાર હુમાયું અકબર સાથે ગઠબંધનથી ઇનકાર કરી દીધો છે અને આ માટેના પ્રસ્તાવને તેમણે રાજનીતિથી સંવેદનશીલ અને વૈચારિકરૂપથી અસંગત ગણાવ્યો હતો. AIMIMએ આ વાત એવા સમયે કરી છે કે જ્યારે હુમાયું અકબરે એક જાહેર કાર્યક્રમમાં બાબરી મસ્જિદનો પાયો નાખ્યો હતો. 

AIMIMના રાષ્ટ્રીય પ્રવક્તા સૈયદ અસીમ વકારે કહ્યું હતું કે હુમાયું કબીરને ભાજપના નેતા શુભેંદૂ અધિકારી તેમજ ભાજપના કેન્દ્રિય નેતૃત્વ સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે હુમાયું અકબરને ભાજપ નેતા અધિકારીના તંત્રનો જ ભાગ માનવામાં આવે છે અને તે જગજાહેર વાત છે. 

આ સાથે તેમણે કહ્યું હતું કે, તેમની પાર્ટી મુસ્લિમોને ઉત્તેજિત કરીને રાજનીતિ કરવામાં વિશ્વાસ નથી રાખતી અને મુસ્લિમ સમુદાય રાષ્ટ્ર નિર્માણમાં વિશ્વાસ રાખે છે, તેને તોડવામાં નહિ. તેઓ દેશને મજબૂત કરનારી તાકાતને સાથે જ ઊભા છે. તેમની પાર્ટી અશાંતિ અને વિભાજન કરનારાઓને વખોડે છે.