Thu Dec 18 2025

Logo

White Logo

પિંપરી-ચિંચવડ પાલિકામાં ચૂંટણીની આચારસંહિતા : 20 ડિસેમ્બરે: ચંદ્રકાંત પાટીલ

2 weeks ago
Author: vipul vaidya
Video

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: ભાજપના નેતા અને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ પ્રધાન ચંદ્રકાંત પાટીલે એવો દાવો કર્યો હતો કે આગામી પિંપરી-ચિંચવડ નગરપાલિકા ચૂંટણી માટે 20 કે 22 ડિસેમ્બરે આચારસંહિતા લાગુ થશે. 

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ થઈ રહી છે અને હવે જિલ્લા પરિષદ પહેલાં મહાનદગરપાલિકાની ચૂંટણીઓ યોજાય એવી શક્યતા વચ્ચે ચંદ્રકાંત પાટીલે ગુરુવારે પિંપરી-ચિંચવડના પદાધિકારીઓની  બેઠક યોજી હતી. 

આ બેઠકમાં ઉમેદવારી અરજી અને ઉમેદવારીપત્રકની પુષ્ટિ અંગે ચર્ચા થઈ હોવાનું જણાવતાં મંત્રી ચંદ્રકાંત પાટીલે જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા ચૂંટણી માટેની આચારસંહિતા 20 કે 22 ડિસેમ્બરે લાગુ થશે. આજથી, જે કોઈ પણ ઉમેદવારી અરજી માંગશે તેને ઉમેદવારી માટે અરજી આપવામાં આવશે. આગામી ચાર દિવસ સુધી ઉમેદવારી અરજીઓ ભરવામાં આવશે. આ બધી અરજીઓ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને પ્રદેશ પ્રમુખ રવીન્દ્ર ચવ્હાણને મોકલવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે ખાનગી સંસ્થા દ્વારા દરેક ઈચ્છુક ઉમેદવારનો સર્વે કરવામાં આવશે. સર્વેના આધારે, તેમને નંબરો સોંપવામાં આવશે. ઉમેદવારી ફક્ત સર્વેના આધારે નક્કી કરવામાં આવશે નહીં, પરંતુ તેને આધાર તરીકે ગણવામાં આવશે. કોણ ચૂંટાશે તેના પર સ્થાનિક પદાધિકારીઓનો અભિપ્રાય લેવામાં આવશે. સર્વે અને પદાધિકારીઓનો અભિપ્રાય 90 જગ્યાએ મેળ ખાય છે. દસ જગ્યાએ મેળ ખાતો નથી. જો 90 ટકા સ્થાનિક પદાધિકારીઓ નામ પર સંમત થાય, તો પ્રદેશ નેતૃત્વ તેમાં દખલ કરશે નહીં, એમ ચંદ્રકાંત પાટીલે પણ જણાવ્યું હતું.