Thu Dec 18 2025

Logo

White Logo

સંચાર સાથી એપથી યુઝર્સને થઈ રહ્યા છે જબરજસ્ત ફાયદા, જાણો વિગતે : -

5 days ago
Author: chandrakant Kanoja
Video

સાયબર ફ્રોડથી નાગરિકોને બચાવવા લોન્ચ કરવામાં આવેલી સરકારી એપ સંચાર સાથી હાલ ચર્ચામાં છે. જેને સરકારે મોબાઈલ કંપનીઓને ફોનમાં ફરજિયાત ઇન્સ્ટોલ કરવા જણાવ્યું હતું. જોકે, તેની બાદ તેને મરજિયાત કરી હતી. ત્યારે હવે આ સરકારી એપ યુઝર્સને ખુબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે. જે અંગે ટેલિકોમ્યુનિકેશન વિભાગે ડેટા શેર કર્યો છે. આ અંગે ટેલિકોમ્યુનિકેશન વિભાગે જણાવ્યું છે કે એપ દર મિનિટે છ ફોન બ્લોક કરી રહી છે. તેમજ દર મિનિટે એપ ચાર મોબાઈલ ટ્રેસ કરી રહી છે. આ ઉપરાંત આ એપ દર બે મિનિટે ત્ર્ણ ખોવાયેલા મોબાઈલ પણ રિકવર કરી રહી છે. 

એપ્લિકેશન પર રિપોર્ટ થયા બાદ  તેની તપાસ 

ટેલિકોમ્યુનિકેશન વિભાગની આ એપ યુઝર્સને તેમના ફોન પર મળેલા કોઈપણ ફ્રોડ મેસેજની જાણ કરવામાં મદદ કરે છે. યુઝર્સ સંચાર સાથી એપ અથવા વેબસાઇટ દ્વારા ફ્રોડ કોલ્સ, મેસેજ  અથવા વોટ્સએપ મેસેજની  જાણ કરી શકે છે. એકવાર એપ્લિકેશન પર રિપોર્ટ થયા બાદ  તેની તપાસ કરવામાં આવે છે અને જો છેતરપિંડીની શંકા હોય  તો નંબર તેમજ યુઝ થયેલા હેન્ડસેટ બ્લોક કરવામાં આવે છે.

ખોવાયેલા ફોનની વિગતો એડ કરી શકે છે 

આ ઉપરાંત  સંચાર સાથી એપ ખોવાયેલા મોબાઇલ ફોનની જાણ કરવાની પણ મંજૂરી આપે છે. યુઝર્સ તેમના ખોવાયેલા ફોનની વિગતો એડ  કરી શકે છે અને એપ્લિકેશન અથવા વેબસાઇટનો ઉપયોગ કરીને તેનો IMEI નંબર બ્લોક કરવાની અરજી કરી શકે છે. આ એજન્સીઓને ખોવાયેલા ફોનને શોધવામાં મદદ કરે છે.  સંચાર સાથી પ્લેટફોર્મ તમને એ પણ શોધવા દે છે કે તમારા નામે હાલમાં કેટલા નંબર સક્રિય છે. જો તમને કોઈ એવો નંબર દેખાય છે જેનો તમે ઉપયોગ નથી કરી રહ્યા તો તમે તેને બ્લોક અથવા રિપોર્ટ કરી શકો છો.