Thu Dec 18 2025

Logo

White Logo

રહાણે, સૂર્યા, દુબે, શાર્દુલ, સરફરાઝ જેવા સ્ટાર્સનું : સૅમસનના કેરળ સામે કંઈ ન ચાલ્યું

1 week ago
Author: Ajay Motiwala
Video

લખનઊઃ અહીં ગુરુવારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT)માં સંજુ સૅમસને (28 બૉલમાં 46 રન) મુંબઈ સામે ઓપનિંગમાં રમીને કેરળને જીતનો પાયો નાખી આપ્યો હતો. કેરળના 5/178ના સ્કોરમાં વિષ્ણુ વિનોદ (43 અણનમ) અને શરાફુદ્દીન (35 અણનમ)ના પણ યોગદાનો હતા.

મુંબઈનો સુકાની શાર્દુલ ઠાકુર 34 રનમાં એક વિકેટ લઈ શક્યો હતો. મુંબઈની ટીમ સરફરાઝ ખાન (40 બૉલમાં બાવન રન), રહાણે (18 બૉલમાં 32 રન), સૂર્યકુમાર યાદવ (પચીસ બૉલમાં 32 રન) તથા શિવમ દુબે (સાત બૉલમાં 11 રન)ના યોગદાનો છતાં 20મી ઓવરમાં 163 રનના સ્કોર પર ઑલઆઉટ થતાં કેરળ (KERALA)નો 15 રનથી વિજય થયો હતો.

કેરળના પેસ બોલર કેએમ આસિફે પાંચ વિકેટ લીધી હતી. આ ટૂર્નામેન્ટમાં ` એ' ગ્રૂપમાં મુંબઈ હજી પણ મોખરે છે, જ્યારે કેરળ ત્રીજા સ્થાને છે. આંધ્રની ટીમ બીજા નંબરે છે.

અન્ય કેટલીક મૅચોના પરિણામોઃ સૌરાષ્ટ્ર સામે રાજસ્થાનનો, વિદર્ભ સામે આસામનો, ગુજરાત સામે બરોડાનો, બિહાર સામે ગોવાનો, સર્વિસીઝ સામે બેંગાલનો, કર્ણાટક સામે દિલ્હીનો, પોંડિચેરી સામે પંજાબનો અને મહારાષ્ટ્ર સામે મધ્ય પ્રદેશનો વિજય થયો હતો.