Thu Dec 18 2025

Logo

White Logo

શરીરમાં સામાન્ય લાગતી આ ત્રણ સમસ્યાને અવગણશો નહીં, : હોઈ શકે છે ફેફસાંની ગંભીર બીમારી

1 week ago
Video

Lung health tips: આજના સમયમાં પ્રદૂષણ એક મોટી સમસ્યા બન્યું છે. દિવસેને દિવસે હવામાં ઝેર ઘોળાઈ રહ્યું છે. જેની અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે. હવામાં વધતું પ્રદૂષણ ફેફસાંને નબળા પાડી દે છે અને શરીરમાં બીજી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓને નોતરે છે. ફેફસાં નબળા પડવાના આપણા શરીરમાં કેટલાક લક્ષણો જોવા મળે છે. જેને ઓળખી લેવા જોઈએ. આ લક્ષણો કયા ક્યા છે, આવો જોઈએ.

ખાંસી-માથાના દુખાવાની કરાવો યોગ્ય સારવાર

ખાંસીને લોકો સામાન્ય સમસ્યા ગણતા હોય છે. પરંતુ ઘણીવાર ખાંસી મોટી બીમારીનું કારણ પણ બની જાય છે. જો તમને 8 અઠવાડિયા કરતાં વધારે સમય સુધી ખાંસી મટતી નથી. તો ફેફસાંને લગતી કોઈ સમસ્યાનું લક્ષણ હોઈ શકે છે. આ સિવાય જો તમને દરેક વખત કફ બનવાની સમસ્યા રહેતી હોય અથવા ખાંસી ખાતી વખતે જો લોહીં આવે છે, તો આ લક્ષણને અવગણવું જોઈએ નહીં.

માથાના દુખાવાને ઘણા લોકો ગંભીરતાથી લેતા હોતા નથી. માથાના દુખાવો ગેસ-એસેડિટીના લીધે થાય છે, એવું સમજીને લોકો દવાથી તેને મટાડવાનો પ્રયત્ન કરતા હોય છે. પરંતુ તે ફેફસાં સાથે જોડાયેલી સમસ્યાનો સંકેત હોઈ શકે છે. આ સિવાય વારંવાર ફેફસાંમાં વારંવાર ઇન્ફેક્શન થવાના કારણે પણ મોટી સ્વાસ્થ્ય સમસ્યા થવાનું જોખમ ઊભું થઈ શકે છે. બ્રોંકાઇટિસ અથવા નિમોનિયા જેવી સમસ્યા ફેફસાંને નબળા પાડી શકે છે.

જો તમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે, તો તે ફેફસાંમાં ખામી હોવાનો સંકેત આપે છે. આ સિવાય શ્વાસ લેતી વખતે જો સીટી જેવો અવાજ આવે છે, તો તે પણ ખતરાનો સંકેત હોઈ શકે છે. આવા લક્ષણોને ક્યારેય અવગણવા જોઈએ નથી અને વેળાસર નિષ્ણાત તબીબની સલાહ મુજબ જરૂરી ટેસ્ટ કરાવીને યોગ્ય સારવાર લેવી જોઈએ. નહીંતર પાછળથી પસ્તાવાનો વારો આવી શકે છે.