Thu Dec 18 2025

Logo

White Logo

ગુજરાત સરકાર EV પોલિસી બદલશે? જાણો કારણ : -

3 days ago
Author: MayurKumar Patel
Video

અમદાવાદઃ ઈલેક્ટ્રિક વાહન(EV)નું રાજ્યમાં વેચાણ ઘટ્યું છે.  ગુજરાતમાં વાહન ચાલકો અન્ય રાજ્યો કરતાં ઓછા ઈવી પસંદ કરી રહ્યા છે. જેના કારણે રાજ્ય સરકાર માર્ચ 2026 પહેલા નવી સુધારેલી ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસીના ભાગ રૂપે ફરીથી સબસિડી શરૂ કરવાનું વિચારી રહી છે.

આ વર્ષે રાજ્યમાં EVનું વેચાણ 22 ટકા ઘટ્યું

મળતી વિગત પ્રમાણે, રાજ્યનું એકંદરે ઓટોમાબાઈલ વેચાણ રાષ્ટ્રીય સરેરાશ કરતાં સારું હોવા છતાં EVમાં ઉતાર-ચઢાવ જોવા મળે છે. સત્તાવાર આંકડા પ્રમાણે, આ વર્ષે રાજ્યમાં EVનું વેચાણ 22 ટકા ઘટ્યું છે.  

એપ્રિલમાં સરકારે EV પર ઘટાડ્યો હતો ટેક્સ

એપ્રિલમાં, સરકારે ઇલેક્ટ્રિક વાહનો પરનો રોડ ટેક્સ છ ટકાથી ઘટાડીને એક ટકા કર્યો હતો, જે વાહન પર આધાર રાખીને ₹ 30,000 થી ₹ એક લાખ સુધીની બચતમાં પરિણમ્યો હતો. તેમ છતાં, આ પગલું માંગને વેગ આપવામાં નિષ્ફળ રહ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે, ખર્ચ હજી પણ અવરોધક છે, અને પ્રોત્સાહનો મહત્ત્વ ધરાવે છે, જે સરકારે ધીમા પ્રતિભાવની નોંધ લીધી હોવાનું દર્શાવે છે.

શું કહેવું છે સૂત્રોનું

સૂત્રોના જણાવ્યા પ્રમાણે 2030માં ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થશે. પરંતુ એર ક્વોલિટી સતત ખરાબ થઈ છે. વધતી વાહનોની સંખ્યા પહેલેથી જ પ્રદૂષણ વધારી રહી છે. અમદાવાદમાં, એર ક્વોલિટી ઇન્ડેક્સનું સ્તર વારંવાર 200ને સ્પર્શે છે, જે શહેરને ભારતના સૌથી પ્રદૂષિત શહેરોમાં મૂકે છે. ગેમ્સ પહેલાં અમારી પાસે ચાર વર્ષ છે ત્યાં સુધીમાં, AQI સ્તરો નિર્ધારિત ધોરણોને પૂર્ણ કરવા જોઈએ. પ્રસ્તાવિત નીતિ હેઠળ, EVs પરની સબસિડી ફરીથી શરૂ થવાની સંભાવના છે.