Thu Dec 18 2025

Logo

White Logo

અહીં લોકો મડદાની રાખનો સૂપ બનાવીને પીવે છે, : ખૂબ જ વિચિત્ર છે પરંપરા...

5 days ago
Author: Darshana Visaria
Video

હેડિંગ વાંચીને જ તમને એકદમ વિચિત્ર એવી ફિલિંગ આવી હશે કે ભાઈસાબ કોણ છે આ લોકો લોકો કે જેઓ મડદાંની રાખમાંથી બનાવવામાં આવેલું સૂપ પીવે છે? કોઈ આવું કઈ રી કરી શકે અને આવું કરવા પાછળનું આખર કારણ શું છે? ડોન્ટ વરી તમારા આ તમામ સવાલોના જવાબ તમને આ સ્ટોરીમાં તમામ સવાલોના જવાબ મળી જવાના છે. ચાલો જાણીએ આખી સ્ટોરી શું છે એ અને કોણ છે આ લોકો... 

દુનિયામાં આજે પણ અનેક એવી જનજાતિઓ અને જાતિઓ છે કે જેઓ સાંભળવામાં અને વાંચવામાં વિચિત્ર લાગે એવી પરંપરાઓનું પાલન કરે છે. આ પરંપરા અને રીતિ રિવાજો વિશે સાંભળીને તમે ચોંકી ઉઠશો. અમે અહીં જે જનજાતિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ એ છે દક્ષિણ અમેરિકામાં રહેતી યાનોમાની જનજાતિ. આ જ જનજાતિના લોકો મડદાંની રાખમાંથી બનાવેલું સૂપ પીવે છે. 

યાનોમાની જનજાતિની એક વિચિત્ર કહી શકાય એની પરંપરા છે અને આ પરંપરા અનુસાર અંતિમ સંસ્કાર બાદ ચોંકાવનારી પરંપરાનું પાલન કરવામાં આવે છે. યાનોમાની જનજાતિના લોકો દક્ષિણ અમેરિકાના વેનેઝ્યુએલામાં રહે છે અને આ સિવાય તેઓ બ્રાઝિલના કેટલાક હિસ્સામાં પણ આ જનજાતિનો વિસ્તાર જોવા મળે છે. 

આ જનજાતિના લોકો પોતાના સગા સંબંધીઓના મૃત્યુ બાદ તેમના પર અંતિમ સંસ્કાર કર્યા બાદની રાખમાં સૂપ બનાવીને પવે છે. જેને એન્ડોકૈનિબિલઝ્મ તરીકે ઓળખવામાં આવે છે. આ સમુદાયમાં જ્યારે પરિવારમાં કોઈનું મૃત્યુ થાય છે ત્યારે મૃતદેહને પાંદડા કે અન્ય વસ્તુથી ઢાંકીને 30થી 40 દિવસ સુધી રાખવામાં આવે છે. 

30-40 દિવસ બાદ મૃતદેહ પર અંતિમસંસ્કાર કરવામાં આવે છે અને મૃતદેહ બળ્યા બાદ જે રાખ બચે છે તેને કેળામાંથી બનાવવામાં આવેલાં સૂપમાં નાખીને પીવામાં આવે છે. યાનોમામી જનજાતિના લોકોની માન્યતા છે કે વ્યક્તિના મૃત્યુ બાદ તેમના આત્માની રક્ષા કરવાનું ખૂબ જ જરૂરી હોય છે. આ વિચિત્ર પરંપરાને ફોલો કરવા પાછળની તેમની એક બીજી માન્યતા એવી પણ છે કે જો શરીરના છેલ્લાં હિસ્સાને પણ પરિવાર ખાઈ જાય છે તો મૃતકની આત્માની શાંતિ મળે છે. 

છે ને એકદમ વિચિત્ર કહી શકાય એવી પરંપરા? દેશ-દુનિયાના વિવિધ ભાગોમાં આવી જ કંઈ કેટલી વિચિત્ર પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. આવી જ દેશ-વિદેશની અજબ ગજબની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.