Thu Dec 18 2025

Logo

White Logo

સુરતઃ 70 હજારની લાંચ માંગનાર DGVCL સિનિયર ક્લાર્કની ધરપકડ : ACBએ ગોઠવ્યું હતું છટકું

2 weeks ago
Author: Vimal Prajapati
Video

સુરત જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરોને વધુ એક સફળ લાંચ ટ્રેપમાં મોટા કાર્યવાહી હાથ ધરી છે. વીજ વિભાગમાં વર્ગ-3ના સિનિયર ક્લાર્ક સહિત બે વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદી એક જાગૃત નાગરિક છે, જેઓએ પોતાની માલિકીની જમીન પર કોમર્શિયલ વીજ કનેક્શન મેળવવા જરૂરી દસ્તાવેજો સાથે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ, કઠોર સબ ડિવીઝન ખાતે અરજી કરી હતી. પ્રક્રિયા આગળ ધપાવવાના બહાને આરોપી નંબર 1 સંતોષભાઈ ભગવાનભાઈ સોનવણે, સિનિયર ક્લાર્કે, ફરિયાદી પાસેથી 70 હજાર રૂપિયાની ગેરકાયદે લાંચની માંગણી કરી. ફરિયાદીને રકમ ચુકવવી ના પડતાં તેમણે સીધો એસીબીનો સંપર્ક કરી લેખિતમાં ફરિયાદ નોંધાવી હતી.

બંને આરોપીઓને એસીબીએ રંગે હાથે લાંચ લેતા ઝડપી પાડ્યાં

આ ફરિયાદના આધારે એસીબીએ લાંચના છટકાની યોજના ઘડી હતી. એસીબી દ્વારા નક્કી કરાયેલા દિવસે કામરેજ તાલુકા વિસ્તારમાં કામરેજ ટોલનાકા પાસે આવેલી સ્વાગત નર્સરી ખાતે ટ્રેપ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન આરોપી નંબર 1 સિનિયર ક્લાર્કે પોતાના સહયોગી અને પ્રજાજન તરીકે ઓળખાતા લેબર કોન્ટ્રાક્ટર ભરતભાઈ રમણીકભાઈ સાવલીયાને લાંચની રકમ સ્વીકારવા માટે મોકલ્યો હતો. સ્થળ પર ફરિયાદી સાથે વાતચીત કર્યા બાદ આરોપી નંબર 2એ માંગેલા 70,000 રૂપિયા સ્વીકાર્યા હતી. આ દરમિયાન એસીબીની બંન્ને આરોપીઓને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતાં. 

સરકારી કચેરીમાં કોઈ લાંચ માંગે તો તરત ફરિયાદ કરો

આ કાર્યવાહી દરમિયાન ટ્રેપીંગ અધિકારી તરીકે સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરકે સોલંકી તથા તેમની ટીમ હાજર રહી હતી. સમગ્ર ઓપરેશનનું સુપરવિઝન એસીબી સુરત એકમના મદદનીશ નિયામક આરઆર ચૌધરીએ સંભાળ્યું હતું. સરકારી કચેરીમાં લાંચની માંગણી સામે જાગૃત નાગરિકનો સમયસર અવાજ ઉઠાવે તો એસીબી દ્વારા કાર્યવાગી કરવામાં આવતી હોય છે.