Thu Dec 18 2025

Logo

White Logo

મુંબઈ એરપોર્ટ પર વિદેશી મહિલાએ : ટિકિટ વિન્ડો પર ચઢીને મચાવી ધમાલ, વાઈરલ વીડિયો જોઈ ચોંકી ઉઠશો...

1 week ago
Author: Darshana Visaria
Video

હાલમાં જ્યાં જુઓ ત્યાં ઈન્ડિગો ક્રાઈસિસની ચર્ચા જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર પણ એરપોર્ટ પર પ્રવાસીઓ અટવાઈ પડ્યા હોવાના, ધમાલના વીડિયો જોવા મળી રહ્યા છે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ ધૂમ મચાવી રહ્યો છે અને આ વીડિયોમાં એક વિદેશી મહિલા ઈન્ડિગોના રેઢિયાળ કારભારથી કંટાળીને ટિકિટ વિન્ડો પર ધમાચકડી મચાવતી જોવા મળી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. ચાલો તમને આખી સ્ટોરી જણાવીએ... 

મળતી માહિતી મુજબ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ વીડિયો મુંબઈ એરપોર્ટનો છે. આ વીડિયોમાં વિદેશી મહિલા પહેલાં તો ટિકિટ વિન્ડો પર હાજર એરલાઈન્સના ગ્રાઉન્ડ સ્ટાફ સાથે જીભાજોડી કરતી જોવા મળે છે અને ત્યાર બાદમાં તેનો ગુસ્સો એટલો બધો વધી જાય છે કે તે કાઉન્ટર પર ચઢીને ધમાલ મચાવવાનું શરૂ કરી દે છે. 

વિદેશી મહિલા એ કારણસર એરપોર્ટ પર ધમાલ મચાવતી જોવા મળે છે કારણ કે તેની ફ્લાઈટ કેન્સલ થઈ ગઈ હતી અને તેને આ બાબતે એરલાઈન્સ દ્વારા કોઈ આગોતરી જાણકારી આપવામાં આવી નહોતી. આ સિવાય એરલાઈન્સ દ્વારા તેની મૂળભૂત જરૂરિયાત વિશે પણ ખાસ કંઈ ધ્યાન આપવામાં નહોતું આવ્યું. 

વીડિયોમાં આગળ એવું પણ જોવા મળે છે કે સ્ટાફ ગુસ્સે ભરાયેલી આ મહિલા પ્રવાસીને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ મહિલા પ્રવાસી સ્ટાફ કે આસપાસના લોકોની વાત માનવા તૈયાર જ નહોતી. બસ આ કારણસર જ મહિલા પ્રવાસીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને તેણે એરપોર્ટ પર ધમાલ મચાવી હતી. 

સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને નેટિઝન્સ આ વીડિયો પર જાત જાતની કમેન્ટ્સ કરી રહ્યા છે. તમે પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો એક ક્લિક પર...