Thu Dec 18 2025

Logo

White Logo

કોચિંગ સેન્ટરમાં વિદ્યાર્થીએ ચાકુ : હુલાવી ક્લાસમેટની હત્યા કરી

3 days ago
Author: Yogesh C Patel
Video

પુણે: 10મા ધોરણના બે વિદ્યાર્થી વચ્ચે થયેલા વિવાદ બાદ એક વિદ્યાર્થીએ બીજા પર ચાકુથી હુમલો કર્યો હોવાની આંચકાજનક ઘટના પુણેના ખાનગી કોચિંગ સેન્ટરમાં બની હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા 16 વર્ષના વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું.

ખેડ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના સોમવારની સવારે રાજગુરુનગર ખાતે આવેલા ખાનગી કોચિંગ સેન્ટરમાં બની હતી. 10મા ધોરણમાં ભણતા બન્ને વિદ્યાર્થી વચ્ચે જૂનો વિવાદ હતો, જેને પગલે આ હુમલો થયો હોવાનું પ્રથમદર્શી જણાયું હતું.

અધિકારીના જણાવ્યા મુજબ સોમવારે વિદ્યાર્થી પોતાની સાથે ચાકુ લઈને જ કોચિંગ સેન્ટરમાં આવ્યો હતો. પછી અચાનક તેણે ક્લાસમેટ પર ચાકુથી હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં સગીરને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

આ પ્રકરણે પોલીસે ગુનો નોંધી હુમલો કરનારા વિદ્યાર્થીને તાબામાં લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી. બન્ને વિદ્યાર્થી વચ્ચે કયાં કારણોસર વિવાદ થયો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે. (પીટીઆઈ)