અંબાણી લેડિઝ સુંદરતા અને ફેશન તેમ જ સ્ટાઈલની બાબતમાં તો ફિલ્મ એક્ટ્રેસને પણ પાછળ છોડી દે છે આવી સ્થિતિમાં હેડિંગ વાંચીને તમને કદાચ એવું થઈ ગયું હશે કે ભાઈસાહબ અંબાણી પરિવારની લાડકવાયી ઈશા અંબાણી કે જે પોતાના શાંત, સ્માઈલી નેચર અને ગજબની ફેશનસેન્સ માટે લાઈમલાઈટમાં રહેતી હોય છે એ ઈશા અંબાણી કેમ બોલીવૂડના દિગ્ગજ અદાકારા જયા બચ્ચનના પગલે પગલે ચાલી રહી છે એવું અમે અહીં કહી રહ્યા છે? તમે જાતે જ વાંચી લો...
અહં... તમે કંઈ ગેરસમજ થાય એ પહેલાં કહી દઈએ કે આ તો ઈશા અંબાણીએ જયા બચ્ચનની સાડી પહેરવાની સ્ટાઈલ કોપી કરી છે એની વાત થઈ રહી છે. જી હા, હાલમાં જ મુંબઈ ખાતે યોજાયેલી સ્વદેશ સ્ટાર સ્ટડેડ ઈવેન્ટમાં ઈશા અંબાણી ગ્રેસફૂલ અને પાવરફૂલ અંદાજમાં જોવા મળી હતી. આ સમયે ઈશાનો ટ્રેડિશનલ લૂક ઈન્ડિયન ક્રાફ્ટ અને હેરિટેજની સુંદરતાને દર્શાવે છે અને નોંધવા જેવી આ બાબત તો એ છે કે આ સમયે ઈશા અંબાણીએ જયા બચ્ચનની સાડી પહેરવાની સ્ટાઈલ કોપી કરી હતી, જેની ચર્ચામાં સોશિયલ મીડિયા પર થઈ રહી છે.
વાત કરીએ ઈશા અંબાણીના લૂકની તો ઈશાનો આ ઈન્ડિયન ક્રાપ્ટ અને હેરિટેજની સુંદરતા દર્શાવે છે. ઈશાના આ લૂકના ફોટો સુંદર ઈન્ડસ્ટ્રીની ટોપની સ્ટાઈલિસ્ટ અનિતા શ્રોફ અદઝાનિયાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે, જે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. અંબાણી પરિવારની લાડકવાયી ઈશાએ ગોલ્ડન ટોનની સાડી પહેરી હતી જેના પર હળવી સ્ટ્રાઈપ ડિટેઈલિંગ અને એક રિચ લક્ઝરી ફિનિશ હતી જે સાડીને એલિગન્ટ લૂક આપી રહી હતી.
ઈશા અંબાણીના લૂકની હાઈલાઈટ હતું તેનો હાઈનેક બ્લાઉઝ. આ બ્લાઉઝ પર સુંદર વર્ક, મોટિફ્સ અને નાજુક હેન્ડ વર્ક કરવામાં આવ્યું હતું. સ્લિવ્ઝ સ્ટાઈલે આ બ્લાઉઝને મોર્ડન ટચ આપવાનું કામ કર્યું હતું. ઈન્ડિયન ઓક્સિડાઈઝ જ્વેલરી, કલરફૂલ ઝૂમખાં સાથે ઈશાએ પોતાનો લૂક કમ્પલિટ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે જયા બચ્ચનને અંબાણી પરિવારના જ એક ફંક્શનમાં જે સ્ટાઈલથી સાડી ડ્રેપ કરી હતી એ જ સ્ટાઈલ ઈશા અંબાણીએ આ સમયે કોપી કરી હતી. નેટિઝન્સને ઈશા અંબાણીની આ ટ્વીસ્ટેડ ફેશન સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી રહી છે. તમે પણ ઈશા અંબાણીનો વાઈરલ લૂક ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો...