Thu Dec 18 2025

Logo

White Logo

મહારાષ્ટ્રીયન અંદાજમાં એક્ટ્રેસે ફેન્સની : હાર્ટબીટ વધારી, ફોટો થયા વાઈરલ...

4 days ago
Author: Darshana Visaria
Video

ટીવીથી લઈને ઓટીટી પ્લેટફોર્મ પર પોતાની એક આગવી ઓળખ ઊભી કરનારી એક્ટ્રેસ મૃણાલ ઠાકુર પોતાની એક્ટિંગથી તો દર્શકોનું મનોરંજન કરે જ છે, પણ તે સોશિયલ મીડિયા પર પણ ખાસી એવી એક્ટિવ રહે છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર પોતાના વીડિયો અને ફોટો ફેન્સ સાથે શેર કરતી રહે છે. હાલમાં જ એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર પોતાનો મરાઠી મુલગીવાળો લૂક શેર કરીને ફેન્સની હાર્ટબીટ વધારી હતી. ચાલો જોઈએ શું મૃણાલના આ લૂકમાં... 

એક્ટ્રેસ મૃણાલ ઠાકુરની સ્ટાઈલ એલિગન્સ અને ગ્રેસથી ભરપૂર રહે છે અને એમાં પણ એક્ટ્રેસના સાડી લૂક તો ખૂબ જ કમાલના હોય છે. હાલમાં જ મૃણાલે પોતાનો લેટેસ્ટ સલાડી લૂક શેર કર્યો છે, જેમાં તે મહારાષ્ટ્રીયન લૂકમાં જોવા મળી રહી છે. આ સમયે એક્ટ્રેસની સાડીથ લઈને જ્વેલરી અને મેકઅપ એકદમ ખાસ છે. 

 

વાત કરીએ મૃણાલના મહારાષ્ટ્રીયન મુલગીના લૂકની તો તેણે ગ્રીન અને રેડ કલરની સાડી પહેરી છે અને તેણે આ સાડીને ફ્રી સ્ટાઈલમાં ડ્રેપ કરીને પ્યોર મહારાષ્ટ્રીય લૂકને થોડો ટ્વીસ્ટ આપીને મોર્ડન ટચ આપ્યો છે. મૃણાલે પોતાના આ સાડી લૂકને ગોલ્ડન જ્વેલરી સાથે કમ્પલિટ કર્યો હતો. મૃણાલે નેકપીસથી લઈને ઈયરરિંગ્સ, બેંગ્લ્સ પણ ગોલ્ડન જ છે. આ સાથે જ તેણે પર્લવાળી મરાઠી નથ સાથે પોતાનો આ મરાઠી મુલગીવાળો લૂક કમ્પલિટ કર્યો હતો. 

મેકઅપની વાત કરીએ તો મૃણાલે આ સમયે ખૂબ જ ન્યુટ્રલ સ્કિન ટોન મેકઅપ કર્યો હતો. કપાળ પર અર્ધચંદ્રાકાર બિંદી, કજરારી આંખો અને મોવ મેટ લિપસ્ટિક શેડે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવ્યા હતા. મૃણાલે પોતાના લૂકને કમ્પલિટ કરવા માટે હેર સ્ટાઈલ પર એકદમ ટ્રેડિશનલ રાખી હતી. 

મૃણાલ ઠાકુરે સોશિયલ મીડિયા પર પોતાના લેટેસ્ટ ફોટો શેર કર્યા છે અને તેણે પોતાના ફેમિલી સાથે પણ ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં મૃણાલના પેરેન્ટ્સ પણ જોવા મળી રહ્યા છે અને બધા પરફેક્ટ વેડિંગ પરફેક્ટ સ્ટાઈલમાં જોવા મળી રહ્યા હતા. મૃણાલ ઠાકુરના આ ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. ફેન્સ મૃણાલના આ ફોટો જોઈને તેના પર લાઈક અને કમેન્ટ કરીને પ્રેમ વરસાવી રહ્યા છે. તમે પણ આ એક્ટ્રેસના આ વાઈરલ ફોટો ના જોયા હોય તો અત્યાર જ જોઈ લો...